અંકલેશ્વરમાં વતન જવા ધીરજ ગુમાવી બેઠેલા પરપ્રાંતીયોનો હોબાળો - police
ભરૂચ : લોકડાઉનનાં સમયમાં કફોડી હાલતમાં મૂકાયેલા પ્રાંતિયો હવે વતન જવા માટે ધીરજ ગુમાવી રહ્યા છે. સુરત અને અમદાવાદમાં ભારે હોબાળો મચાવ્યા બાદ આજરોજ શુક્રવારે અંકલેશ્વરમાં પણ પર પ્રાંતિયોએ હોબાળો મચાવ્યો હતો. અંકલેશ્વરના મીરા નગરમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. પરપ્રાંતીયો દ્વારા ભારે સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિ વણશે તે પૂર્વે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોચી પરપ્રાંતીયોને સમજાવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.