ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં બ્રાસપાર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરપ્રાંતિય મજૂરોના પગાર ચૂકવાયા

By

Published : Mar 28, 2020, 4:53 PM IST

જામનગરઃ શહેરમાં બ્રાસ ઉદ્યોગ સાથે મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો સંકળાયેલા છે, મહત્વનું છે કે, જ્યારથી lockdown કરવામાં આવ્યું છે. ત્યારથી આ મજૂરોને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી આ મજૂરોને પગાર પણ ચૂકવવામાં આવ્યો નહતો. જામનગર શહેરમાં પાંચ હજાર જેટલા નાના-મોટા બ્રાસપાર્ટના કારખાના આવેલા છે. જેમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો કામ કરે છે. જામનગર જિલ્લા કલેકટર એસ.રવિશંકરની અધ્યક્ષતામાં બ્રાસપાર્ટ ઉદ્યોગ એસોશિયેશન, દરેડ જીઆઇડીસી એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી અને તાત્કાલિક પરપ્રાંતિય મજૂરોના પગાર ચૂકવવામાં આવે તેવા આદેશ કરવામાં આવ્યો હતો. બાદમાં શનિવારના રોજ ઉદ્યોગકારોએ તમામ મજૂરોના પુરો પગાર ચુકવ્યો છે અને તેમને રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ કરી આપી છે.

ABOUT THE AUTHOR

...view details