મોરબીમાં પેટા ચૂંટણીને પગલે મહિલા કોંગ્રેસની રેલી યોજાઈ - Rajkot Women's Congress leader Gayatri Ba Vaghela
મોરબીઃ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ પ્રસાર-પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે મંગળવારે મોરબીમાં મહિલા કોંગ્રેસની આગેવાની હેઠળ રેલી યોજાઈ હતી. રાજકોટ મહિલા કોંગ્રેસ અગ્રણી ગયાત્રીબા વાઘેલા અને નયનાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ મહિલા કોંગ્રેસે પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર જયંતી પટેલના સમર્થનમાં રેલી યોજી હતી. આ રેલીનો પ્રારંભ શહેરના રવાપર રોડ પરના કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યો હતો. જે શહેરના રવાપર રોડ અને શનાળા રોડ સહિતના મુખ્યમાર્ગો પર ફરી હતી. આ રેલીમાં કોંગ્રેસ ઉમેદવારને જંગી લીડથી વિજયી બનાવવા અપીલ કરવામાં આવી હતી.