કોરોના કાળ વચ્ચે પાટણમાં દશામાની મૂર્તિ ખરીદવા મહિલાઓ ઉમટી - Corona epidemic
પાટણ: જિલ્લામાં દશામાના દસ દિવસીય વ્રતનો ભક્તિ અને શ્રદ્ધાના અવિરત પ્રવાહ વચ્ચે અષાઢ વદ અમાસને સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે. મહિલાઓ સહિત કેટલાક પુરુષો પણ દશામાનું વ્રત કરી 10 દિવસ સુધી માતાજીની આરાધના કરે છે. ચાલુ વર્ષે કોરોના મહામારી હોવા છતાં પણ પાટણની બજારોમાં દશામાની મૂર્તિઓ અને પૂજાપાની સામગ્રી ખરીદવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. તેમજ શહેરની મુખ્ય બજારોમાં વિવિધ લારીઓ અને દુકાનો ઉપર ખરીદતી નજરે પડી હતી.