અમદાવાદમાં દારૂના અડ્ડાઓ પર મહિલાઓએ થાળી-વેલણ સાથે કરી જનતા રેડ - નિકોલ વિસ્તાર
અમદાવાદ: રાજ્યમાં દારુ બંધી હોવાથી રાજ્યના DGP અવાર-નવાર દારુના અડ્ડા પર રેડ પાડવાનું જણાવ્યું છે. પરંતુ અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં પોલીસની આ પોલ સ્થાનિકોએ ખોલી નાખી છે. નિકોલ વિસ્તારમાં દેશી દારુના વેંચાણથી કંટાળીને લોકોએ જાતે રેડ પાડવાનું નક્કી કર્યું હતું. લોકો અને સંખ્યાબંધ મહિલાઓ સાથે નિકળીને રેડ પાડી હતી. નિકોલ વિસ્તારમાં આવેલ શિવ શક્તિનગર પાસે સ્થાનિકોએ થાળી અને વેલણ લઈ અનોખો વિરોધ કર્યો હતો.