સિહોરની મહિલા પોલીસ કર્મીએ નિભાવી માનવતાની ફરજ - પોલીસ સ્ટાફ
ભાવનગર : સિહોરના ગુંદાળા વિસ્તારમાંથી આશરે 55 વર્ષીય અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણી મહિલાના મૃતદેહને સિહોર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને તેના વાલી વારસની શોધખોળ કરાઈ હતી. પરંતુ અજાણી મૃતક મહિલાના મોડે સુધી કોઈ વાલી વારસ મળ્યા નહોતા. ત્યારે સિહોર પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન ગઢવીએ માનવતા દાખવી અજાણી મહિલાના મૃતદેહને પોતે અગ્નિ સંસ્કાર આપશે તેવું જણાવ્યુ હતું. બાદમાં સિહોર હોસ્પિટલથી અંતિમયાત્રા કાઢીને સ્મશાનને લઈ જવાયા હતા. જ્યાં જાગૃતિબેન ગઢવીએ પોલીસ સ્ટાફ અને સ્થાનિક લોકોની હાજરીમાં અંતિમ વિધી પૂર્ણ કરી હતી.