વડોદરામાં મહિલાએ અગમ્ય કારણોસર કરી આત્મહત્યા - Women commit suicide
વડોદરા: શહેરના આજવા રોડ પર આવેલા શ્રી હરિ ટાઉનશીપના એક મકાનમાં મહિલાએ આત્મહત્યા કરતા ચમકચાર મચી છે. મળતી માહિતી પ્રમાણે, આ મહિલાનું નામ તેજલ છે, જે શ્રી હરિ ટાઉનશીપના મકાન નંબર C-452માં પોતાના બે બાળકો અને પતિ સાથે રહે છે. એક દિવસ અગાઉ સાંજના સમયે નરેશભાઈ નામનોનો વ્યક્તિ તેમના ઘરે સરદાર એસ્ટેટ ખાતે સામાન લેવા માટે ગયો હતો. જેને મહિલાને મરેલી હાલતમાં જોઈને તેના પતિને ફોન કરી ઘટનાની જાણ કરી હતી અને તેજલના પતિ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતાં. ત્યારબાદ આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકે કરાઈ હતી. માહિતી મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી મોંતનું કારણ જાણવા વધુ તપાસ હાથધરી હતી.