રાજકોટમાં પીવાના પાણી મુદ્દે મહિલાઓ બની રણચંડી - રાજકોટ વોર્ડ નંબર 13
રાજકોટઃ શહેરમાં ગુરુવારે વોર્ડ નંબર-13માં ખોડિયારપરા વિસ્તારમાં પીવાનું પાણી નહીં મળવાના કારણે મહિલાઓ રણચંડી બની હતી અને વોર્ડ ઓફિસ ખાતે દોડી આવી હતી. આ સમયે મહિલાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જો કે, આ સમય દરમિયાન વોર્ડ નંબર-13ના કોર્પોરેટર જાગૃતી ડાંગર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તેમની મધ્યસ્થી દ્વારા સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. મહિલા કોંગી કોર્પોરેટરે વિસ્તારમાં પીવાના પાણી માટે ટેન્કરની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપ્યા બાદ મહિલાઓ પોતાના ઘરે ફરી પરત ફરી હતી.