સાવલી SBI બેન્કમાં ખેતીકામ માટે નાણાં ઉપાડવા આવેલા ખેડૂત સાથે બન્યો ચીલઝડપનો બનાવ - વડોદરા
વડોદરા: સાવલી તાલુકાના શિહોરા ખાતે રહેતા ખેડૂત ભગવાનસિંહ સુખાભાઈ પરમાર ખેતી પર નિર્ભર છે. તેઓને ખેતી કામ માટે ખાતર ,બિયારણ સહિતની સાધન સામગ્રી માટે નાણાંની જરૂર હોય સાવલી SBI બેન્કમાં પોતાના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા આવ્યા હતા. દરમિયાન બેન્કની બહાર કમ્પાઉન્ડમાં છોકરાઓ સાથે આવેલી અજાણી બે મહિલાઓએ ખેડૂત ભગવાનસિંહને બે ફાઈલ બતાવી દવાખાનાનું સરનામું પૂછવાના બહાને વાતોમાં ભેળવી થેલી કાપી તેમાં મુકેલા 1,40,000 ની રોકડ લઈ પલાયન બનતા ખેડૂતે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ખેડૂત સાથે થયેલી ચીલઝડપની ઘટના CCTVમાં કેદ થતાં સાવલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.