ધાનેર: ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત, મૃતકના પરિવારનો હોસ્પિટલમાં હંગામો - Death of a woman who underwent a bag operation
બનાસકાંઠા: જિલ્લાના ધાનેરા તાલુકાના લાખણી પંથકના ભાકડીયાલ ગામની મહિલાનુ કોથળીનું ઓપરેશન કરવાનું હોવાથી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં અચાનક સારવાર દરમિયાન તેમનું મોત થતાં પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. આ તરફ પરિવારજનોનો આક્ષેપ છે કે, ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું છે. જેથી મૃતકના પરિજનોએ મૃતદેહને દવાખાના આગળ મુકી ભારે હોબાળો કર્યો હતો. આ તરફ ઘટનાની જાણ થતાં ઠાકોર સમાજના આગેવાનો પણ સ્થળ પહોંચી વિરોધ દર્શાવી મૃતકનું પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવે તેવી માગ કરી છે. સાથે જ ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.