અરવલ્લીમાંથી વન્ય જીવોની તસ્કરીનું રેકેટ ઝડપાયું - બાયડના તાજા સમાચાર
અરવલ્લીઃ જિલ્લામાં વન્ય જીવોની તસ્કરીની ઘટનાઓ દિનપ્રતિ-દિન વધી રહી છે. તાજેતરમાં જ વન વિભાગ દ્વારા શામળાજી પાસેથી ઉત્તરાખંડના એક આરોપીની 2 મૃત કીડીખાઉં સાથે ધરપકડ કરી હતી, જ્યારે હવે વન વિભાગને બાયડમાંથી આંધળી ચાકળ, કાચબા અને પક્ષીઓ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના પટેલના મુવાડા ગામે બાતમીના આધારે વન વિભાગની ટીમે જયંતી પટેલના મકાનમાં છાપો માર્યો હતો. જ્યાંથી વન વિભાગને ટાંકામાંથી 2 કાચબા, પાંજરામાં કેદ વિવિધ પક્ષીઓ તેમજ 2 મોઢાવાળી ગુણી અને સાત આંધળી ચાકળ મળી આવી હતી. જેથી વન વિભાગે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.