વડોદરામાં વેસ્ટર્ન રેલ્વેની 23 કોલોનીઓનું ખાનગીકરણને લઈને રેલ્વે કર્મચારીઓનો વિરોધ - વડોદરા સમાચાર
વડોદરાઃ વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા આજે મંગળવારના રેલ્વેની વિવિધ કોલોનીના ખાનગીકરણ મામલે રેલ કર્મચારીઓએ વિરોધ દર્શાવી રેલી યોજી હતી. રેલ મંત્રાલયએ પશ્ચિમ રેલ્વેની 23 જેટલી કોલોનીનું ખાનગીકરણ કરવામાં આવનાર છે, જેના વિરોધમાં રેલ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં વેસ્ટર્ન રેલવેના 23 જેટલા રેલ્વે કોલોની વિસ્તારને ખાનગી પાર્ટીઓને વેચી દેવાના ચાલી રહેલા કૌભાંડ સામે આજે વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા વડોદરાના પ્રતાપનગર DRM ઓફીસ ખાતે રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો.