પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ લીંબડી વિધાનસભાના 125 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે - પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી
સુરેન્દ્રનગરઃ લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શકતા સાથે યોજાય તે માટે લીંબડી મતદાન વિભાગમાં મતદાનના દિવસે 125 જેટલા મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. જેથી આજે સોમવારે વેબ કાસ્ટીંગ અંગેની તાલીમ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, લીંબડી વિધાનસભામાં 1,43,450 પુરૂષ અને 1,28,188 સ્ત્રી તથા અન્ય 4 મતદાર મળી કુલ 2,71,642 મતદારો મતદાન કરશે.