ગુજરાત

gujarat

ETV Bharat / videos

પંચમહાલમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિધિ પૂર્વક શસ્ત્ર પૂજન કરાયું - પંચમહાલમાં દશેરાની ઉજવણી

By

Published : Oct 8, 2019, 8:42 PM IST

પંચમહાલઃ દશેરાની જિલ્લામાં ઠેરઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે દશેરાના દિવસે શસ્ત્ર પૂજાનું વિશેષ મહત્વ હોય છે. જેથી ગોધરા તાલુકાના છબનપુર પાસે આવેલા રામજી મંદિરમાં સમસ્ત ક્ષત્રિય (દરબાર) સમાજ પંચમહાલ દ્વારા વિશેષ શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ જિલ્લાના ક્ષત્રિય સમાજમાં યુવાનોએ તલવાર અને સાફા સાથે નજરે પડતા હતા. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે તલવાર સહિતના શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના યુવાનો, અગ્રણીઓ શસ્ત્ર પૂજન માટે આવ્યા હતા અને સમાજ સંગઠિત બની વધુમાં વધુ પ્રગતિ કરે તે દિશા તરફ અગ્રણીઓ દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details