સંઘ પ્રદેશ દીવમાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું શસ્ત્ર પૂજન - હથિયારો અંગે જાણકારી આપવામાં આવી
દીવ: સંઘ પ્રદેશમાં મંગળવારે વિજ્યા દશમીના પાવન પ્રંસગે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં દીવના અધિકારીઓ અને શાળાના બાળકોએ ભાગ લઈને પૂજનવિધિ કરી હતી. ફુદમ ખાતે આવેલા દીવ પોલીસના હેડ કવાર્ટરમાં જિલ્લા પોલીસવડા હરેશ્વર સ્વામી, કલેકટર સલોની રાય સહિતના અધિકારીઓ શસ્ત્ર પૂજનમાં જોડાયા હતા. આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા બાળકો અને NCCના કેડેટને દીવ પોલીસ દ્વારા હથિયારો અંગે જાણકારી આપવામાં આવી હતી.