કડાણા ડેમમાંથી 98,360 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું, જુઓ વીડિયો - મહીં નદીમાં છોડાયું
મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. ડેમના ઉપરવાસમાંથી 1 લાખ 26 હજાર 367 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. સોમવારે સવારે 8:00 કલાકે ડેમનું લેવલ 415.11 ફૂટ હતું, જે રુલ લેવલ કરતા ફક્ત 1 ઇંચ ઓછું છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે, જ્યારે ડેમ ભયજનક સપાટીથી 3.1 ફૂટે ખાલી છે. હાલ ડેમ 92.31 ટકા ભરાઈ ગયો છે. હાલમાં 4 પાવર હાઉસ કાર્યરત છે, જેના દ્વારા 240 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી પાવર હાઉસ મારફતે તેમજ 78,360 ક્યુસેક પાણી 8 નંબરનો ગેટ 6 ફૂટ ખોલી કુલ 98,360 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ સમગ્ર મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે વીરપુર તાલુકામાં 101 mm, ત્યારબાદ ખાનપુર તાલુકામાં 94 mm, સંતરામપુર તાલુકામાં 59 mm, કડાણા તાલુકામાં 46 mm, લુણાવાડા તાલુકામાં 42 mm અને બાલાસિનોર તાલુકામાં 24 mm વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાનો સિઝનનો કુલ વરસાદ 67.11 mm વરસ્યો છે.