બોપલમાં પાણીની ટાંકી જમીનદોસ્ત થતાં 2ના મોત - પાણીની ટાંકી ધરાશાયી
અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. કેટલાક લોકો કાટમાળ નીચે દબાયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. સંસ્કૃતિ ફ્લેટ સામે આવેલી પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. તેજસ સ્કૂલની સામેના મેદાનમાં આ પાણીની ટાંકી હતી. 2 ફાયરની ગાડી અને એમ્બ્યુલ્સ ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં હાલ 2 લોકોના મોત થયાની ખબર આવી રહી છે.