નર્મદા ડેમની જળ સપાટી 131.58 મીટરે પહોંચી - સરદાર સરોવર ડેમ
નર્મદા: સરદાર સરોવર નર્મદા બંધમાં ઉપરવાસમાંથી 10.15 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમ અને ઈન્દિરાસાગરમાંથી છોડવામાં આવ્યું છે. પાણી સવારે નર્મદા બંધના સરદાર સરોવરમાં આવતા બંધની જળ સપાટી વધતા તંત્ર દ્વારા 23 ગેટ ખોલવાની ફરજ પડી છે. 23 ગેટ 5 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. જેમાંથી 8 લાખ 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 131.58 મીટરે પહોંચી છે. ત્યારે ઉપરવાસમાંથી હજુ પણ વિપુલ માત્રામાં પાણી આવી રહ્યું છે. નર્મદા નિગમે રવિવારે 8.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાતા તંત્ર દ્વારા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કિનારાના 52 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.