ભાવનગરના સિદસરમાં પાણીની ગંભીર સમસ્યા, જુઓ વીડિયો - Special Package
ભાવનગરઃ ભાવનગર નજીક આવેલા સિદસર ગામનો કોઇ ખાસ ઇતિહાસ મળતો નથી. સીદસર ગામ ક્યારે બંધાણુ તેની પણ કોઇ ચોક્કસ માહિતી નથી. કહેવાય છે કે આ ગામમાં ક્ષત્રીય સમાજના લોકો આવીને વસ્યા હતા. ત્યારે છેલ્લા ચાર વર્ષથી સીદસર ગામ મહાનગર પાલિકામાં ભેળવ્યામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળ્યા બાદ પણ પાણી માટે દૂર કિલોમીટર સુધી જવું પડે છે. છેલ્લા 15 વર્ષથી પાણીની સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી તેથી ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.