મહીસાગર કડાણા ડેમમાં પાણીની આવક યથાવત, 40 હજાર ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું - ગુજરાત ન્યૂઝ
મહીસાગરઃ જિલ્લાના કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા કડાણા ડેમના 2 ગેટ 6 ફૂટ સુધી ખોલી તેમજ 4 પાવર હાઉસ કર્યારત રાખી મહી નદીમાં પાણી યથાવત છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમ ભરાતા આગામી સમયમાં મહીસાગર સહિત ગુજરાતના વિવિધ 8 જિલ્લાઓને સિંચાઈ તેમજ પીવા માટે પૂરતું પાણી મળી રહેશે. કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક 49 હઝાર ક્યુસેક થઈ રહી છે. જેની સામે કડાણાડેમમાં 20,000 ક્યુસેક તેમજ 60 મેગાવોટના ચાર હાઇડ્રો યુનિટ કાર્યરત રાખી પાવર હાઉસ મારફતે 20,000 ક્યુસેક પાણી થઈ કુલ 40 હઝાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં સતત પાણીની આવક રહેતા પાવર હાઉસ કર્યારત રાખવામાં આવ્યા છે. જેથી લાખ્ખો રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે
Last Updated : Sep 3, 2020, 11:49 AM IST