કરજણ ડેમમાં નવા નીરની આવક વધી,55 ટકા પાણી ભરાયું - water income
નર્મદા:નર્મદા જિલ્લામાં મહત્વનો ડેમ ગણાતો એક કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ પડતાં ડેમમાં 7500 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે ડેમની સપાટીમાં વધારો થયો હતો. સપાટીમાં છેલ્લા 10 દિવસમાં 5.54 મીટરનો વધારો નોંધાયો છે. કરજણ ડેમની સપાટી હાલ 105.37 મીટરે પહોંચી છે. જેની મહત્તમ સપાટી 115.25 મીટર એટલે હાલ માત્ર 10.10 મીટર બાકી છે. એટલે કે 55 ટકા જેટલો ડેમ ભરાઈ ગયો છે. રુલ લેવલથી સપાટી 2 જ મીટર દૂર છે. ભરૂચ નર્મદા બે જિલ્લા માટે કરજણ મહત્વની યોજના છે. કેમકે 40,000 હેકટર જમીન સિંચાઈ અને પીવાના પાણીની યોજના કરજણ ડેમ આધારિત છે. જ્યારે પણ નર્મદા નદીને પાણીની જરૂર પડે ત્યારે પણ કરજણ ડેમ માંથી પાણી છોડવામાં આવે છે. જેથી આ ડેમ ખૂબ મહત્વનો સાબિત થઈ રહ્યો છે.