વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે સર્વિસ રોડ પર ભરાયા પાણી
સુરત:વરસાદી પાણીના યોગ્ય નિકાળના અભાવે કામરેજ સર્વિસ રોડ પર ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા હતા. રાત્રીના વરસેલા ધોધમાર વરસાદને પગલે સુરત જિલ્લામાં ઘણી જગ્યાઓ પર જળ બંબાકારની સ્થતિ સર્જાય છે, નેશનલ હાઇવે 48 પર કામરેજ ગામ નજીક સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મુખ્ય રોડ પર પાણી ભરાઈ જતા વરસાદી પાણી વાહનોમાં પ્રવેશી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા.જોકે હાલ વરસાદએ વિરામ લેતા ફરી વાહન વ્યહાર શરૂ થઈ ગયો હતો.