મોરબી જળ હોનારતની મૌન રેલી કોરોના મહામારીને પગલે મોકૂફ રખાઇ - મૌન રેલી
મોરબીઃ કોરોના મહામારીના કારણે જાહેર કાર્યક્રમો યોજવા પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના પગલે મોરબીમાં દર વર્ષે જળ હોનારતની વરસીના દિવસે યોજાનારી મૌન રેલીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. મોરબીમાં 11 ઑગસ્ટ 1979ના રોજ આવેલી જળ હોનારતના મૃતકોને દર વર્ષે મૌન રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાય છે. જો કે, હાલ કોરોના મહામારીના કારણે તારીખ ૧૧ ઑગસ્ટના રોજ નગરપાલિકા દ્વારા યોજાતી મૌન રેલી અને પુષ્પાંજલિ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત મણીમંદિર ખાતેના સ્મૃતિ સ્તંભ પર જે કોઈ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી હોય તે નિયમોના પાલન સાથે બપોરે ૩થી 4 સુધી જઈ શકશે, તેવું નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.