કચ્છમાં નર્મદા કેનાલમા લિકેજ થતાં પાણીનો વેડફાટ છતાં તંત્ર બે ધ્યાન, વીડિયો વાઈરલ - કચ્છ
કચ્છઃ ભચાઉ તાલુકાના ચોપડવા નજીક નર્મદાના પીવાના પાણીની મુખ્ય લાઈનમા લિકેજ થતા લાખો લીટર પાણી વેડફાયું છે. પરંતુ, હજુ સુધી તંત્રનુ ધ્યાન પહોંચ્યું નથી. મળતી માહિતી મુજબ તંત્ર સમારકામ માટે બેજવાબદાર હોવાથી લાંબા સમયથી પાણીનો બગાડ થઈ રહ્યો છે. મંગળવારે સવારે ધણા સ્થાનિકોએ આ બાબતે વિડિયોના માધ્યમથી આ પરિસ્થિતીની જાણ કરી હતી. જેમાં જણાવાયું હતું કે લાંબા સમયથી મુખ્ય લાઈનમાં લિકેજ છે. તંત્રને જાણ કરવા છતાં તંત્રએ લિકેજ દુર કરવાની કોઈ જ કામગીરી કરી નથી. રોજ લાખો લીટર પાણી વેડફાઈ રહ્યુ છે. આ સાથે જ તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો.