પાટણમાં રાખડીઓ ખરીદવા મહિલાઓનો ધસારો - નગરપાલિકા
પાટણ: કોરોના મહામારીને કારણે પાટણ શહેરમાં છેલ્લા 10 દિવસથી બપોરે 2 કલાક બાદ તમામ બજારો બંધ કરવામાં આવતી હોવાને કારણે રાખડીની ખરીદીમાં ભારે મંદી જોવા મળી રહી હતી. પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા શનિવારથી તમામ બજારો રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે. જેને લઇને બજારોમાં લોકોની ચહલપહલ જોવા મળી રહી છે. રક્ષાબંધન પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાખડીઓ ખરીદવા મહિલાઓનો ધસારો બજારોમાં જોવા મળી રહ્યો છે.