વડોદરા: વાઘોડિયા રોડ બાપોદ વિસ્તારમાં રીક્ષા પલ્ટી, 1 મહિલાનું મોત - વડોદરા વાઘોડિયા રોડ પર રીક્ષા પલ્ટી મારતાં એક મહિલાનું ઘટના સ્થળે મોત
વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર બાપોદ ચાર રસ્તા નજીક મુસાફરો ભરેલ એક છકડો રીક્ષા પલ્ટી મારતા એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. લોકોના ટોળા ઉમટે તે પૂર્વજ છકડો ચાલક સ્થળ પરથી ફરાર થયો હતો. બનાવની જાણ થતા બાપોદ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ધટનામાં મરણ પામેલ મહિલા ડાહીબેન જયંતિભાઈ ભાલીયા હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી છકડો રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.