સુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર માટે પણ લેવું પડે છે ટોકન..!! - corona news
સુરત: શહેરમાં સતત કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અશ્વિનીકુમાર સ્મશાનગૃહ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ જોવા મળ્યું હતું. અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં મૃતદેહ માટે ગોડાઉન બનાવવામાં આવ્યા છે. એક એમ્બ્યુલન્સમાં પાંચથી છ મૃતદેહો આવી રહ્યા છે સાંજે આવેલા મૃતદેહનો 14 કલાક બાદ પણ અંતિમ ક્રિયા થઈ શકી નથી. અંતિમ સંસ્કાર માટે રોજ 100થી વધુ વેઈટિંગ આવે છે. લગભગ આઠથી વધુ મૃતદેહનો અગ્નિસંસ્કાર માટે વારો આવે એની રાહ જોતા મૃતકના સ્વજનો બેસી રહ્યા હતા.