વડોદરા કોર્પોરેશને વાઘોડિયાના ધારાસભ્યને 'નાટક' કરવા નગરગૃહ ભાડુ પણ ન લીધું, લોકોમાં રોષ - વાઘોડિયાના ધારાસભ્ય
વડોદરાઃ વાઘોડિયાના માત્ર ધારાસભ્ય તરીકે જ નહીં પરંતુ ઢોલીવુડમાં એકન્ટીંગ કરીને મધુ શ્રીવાસ્તવે ફિલ્મોમાં પર્દાપણ કરેલું છે. ત્યારે મધુ શ્રીવાસ્તવને આગામી તા.8 અને 9 મી એપ્રિલના રોજ ફિલ્મના રીહર્સલ અને રીયલ શો માટે કોર્પોરેશન શહેરના આજવા રોડ પર આવેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહને વિના મૂલ્ય ફાળવશે. આ હોલનું રૂપિયા 40 હજાર ઉપરાંતનુ ભાડુ થતું હતું. પરંતુ, કોર્પોરેશન તે ભાડુ નહીં વસૂલે અને માત્ર રૂપિયા 20,800ની ડીપોઝીટ લેશે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તરફથી ગુજરાતી ચલચિત્રના રીહર્સલ તેમજ રીયલ શોનું આયોજન કરાયુ છે અને આગામી તા. 8 મી અને 9 મી એપ્રિલના રોજ આજવા રોડ પર આવેલા કોર્પોરેશન સંચાલિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગર ખાતે આયોજન કરેલ છે. જેમાં તા.8મી એપ્રિલે સવાર, બપોર અને સાંજ એમ ત્રણ શિફ્ટ અને તા.9મી એપ્રિલે સવાર અને બપોરની એમ બે શિફ્ટમાં ફિલ્મનું રીહર્સલ તેમજ તા. 9મી એપ્રિલે સાંજની શિફ્ટમાં રીયલ શો રાખ્યો છે. મધુ શ્રીવાસ્તવની ભલામણને લઈને કોર્પોરેશને તેમને ત્રણ શિફ્ટ માટે બે દિવસ સુધી હોલ વિનામૂલ્યે ફાળવવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરી હતી. જેને મંજૂર કરાઈ હતી. જોકે અત્યાર સુધીમાં આ રીતે પહેલા ફિલ્મના રીહર્સલ માટે વિના મૂલ્ય ફાળવણી કરાઈ નથી.