ગીર જંગલ વિસ્તારમાં જોવા મળ્યા લુપ્ત થવાને આરે પહોંચેલા ગીધ - gir forest news
જૂનાગઢ : છેલ્લા કેટલાક વર્ષોથી ગીધની સંખ્યામાં ધટાડો જોવા મળ્યો હતો. પરંતુ, ગીર જંગલમાં આજે લુપ્ત થવાને આરે પહોંચેલા ગીધની એક આખી કોલોની જોવા મળી હતી. જેને લઇને વન્ય પ્રેમીઓની સાથે વન અધિકારીઓમાં પણ ખુશી જોવા મળી હતી. લાંબી ચાંચ ધરાવતા ગીધની એક વસાહત આજે નજરે પડી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી નામશેષ થઇ રહેલા ગીધને બચાવવા માટે રાજ્યનો વનવિભાગ મહેનત કરી રહ્યો હતો. જેને લઇને ગીર જંગલમાં ગીધના સંવર્ધનની શક્યતાઓ ઉજળી બની રહી છે.
Last Updated : Nov 3, 2019, 10:59 PM IST