દ્વારકા જિલ્લામાં Okha અને Bhanwad Municipalityની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું મતદાન - Election for 24 seats of 6 wards of Bhanwad municipality
દ્વારકા જિલ્લાની ઓખા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આજે (રવિવારે) અહીં ઓખા નગરપાલિકાના (Okha Municipality) 9 વોર્ડની 36 બેઠક અને ભાણવડ નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠક માટે મતદાન કરવામાં આવશે. અહીં તમામ મતદાનમથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુપરસીડ થયેલી ભાણવડ નગરપાલિકાની (Bhanwad Municipality) ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ છે ત્યારે ઓખા નગરપાલિકામાં (Okha Municipality) કોંગ્રેસ (Congress) અને ભાજપ (BJP) વચ્ચે સીધી ફાઈટ છે, જેમાંથી વોર્ડ નંબર-8ની 2 બેઠક તો ભાજપ બિનહરફી કરવામાં સફળ રહું છે. હવે જોવું એ રહ્યું કે, મતદારોની મિજાજ કોના તરફે વળે છે.