કડીના નવાપુરામાં CRC ભવનમાં મતદાન જાગૃતિ રેલી યોજાઈ - ગુજરાત ન્યૂઝ
મહેસાણા: જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે લોકશાહીના આ પર્વ પર સૌ કોઈ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાનો હક મેળવે તે હેતુથી કડીના (નંદાસણ) નવાપુરા CRC ભવનમાં મતદાર જાગૃતિ રેલી યોજવામાં આવી છે. જેમાં શિક્ષકો, અગ્રણીઓ અને અધિકારીઓએ જોડાઈ સાયકલ રેલીને પ્રસ્થાન કરાવી મતદારોને જાગૃત કરવા બેનરો અને સૂત્રો રજૂ કર્યા હતા. સાથે જ સિગ્નેચર કેમ્પેઈન કરી 18 વર્ષની ઉંમરના ફાસ્ટ વોટરોને પણ લોકશાહીના આ પર્વમાં જોડાઈ પોતાના વતન રાજ્ય અને રાષ્ટ્રના હિત માટે અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.