કોરોના વાઇરસના ભયને પગલે VMCએ ભિક્ષુકોને રેનબસેરા ખસેડ્યા - કોરોના વાયરસની સારવાર
વડોદરા: કોરોના વાઇરસની આફત વચ્ચે કોર્પોરેશન દ્વારા ભિક્ષુકોને રેનબસેરા ખસેડવાની શરૂઆત કરાઈ છે. બુધવારે વડોદરા મહાનગરપાલિકાએ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી 50થી 60 જેટલાં ભિક્ષુકોને રેનબસેરા ખસેડ્યા છે. જ્યાં તેમને જીવન જરૂરિયાતની તમામ સાધન સામગ્રી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે, નાગરવાડાનો પ્રથમ કોરોના સંક્રમિત ભિક્ષુકોના પણ સંપર્કમાં આવ્યો હતો. જેથી કોરોનાને ફેલાતો અટકાવવાના હેતુથી તંત્રએ શહેરના ભિક્ષુકોને રેનબસેરા ખાતે લઈ જવાની કામગીરી શરૂ કરી છે.