વિસનગરમાં તબીબો હડતાળમાં જોડાઈ નોંધાવ્યો વિરોધ - msn
મહેસાણાઃજિલ્લાના વિસનગરના તબીબો દ્વારા બંગાળમાં તબીબો પર થયેલ હુમલાને પગલે વિરોધ નોંધવામાં આવ્યો હતો. જેમાં શહેરના તબીબોએ પોતાની OPD સેવા બંધ રાખી માત્ર ઇમરજન્સી સારવાર સેવા ચાલુ રાખી હતી, તો વિસનગરમાં આવેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની જગ્યામાં એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી તબીબો પર થતા હુમલા અટકાવવા સરકાર કડક કાયદો બનાવે અને હોસ્પિટલમાં આવી તોફાન અને ભયનો માહોલ ફેલાવતા અસામાજિક તત્વોને કાયદામાં બિનજામીનપાત્ર માનવામાં આવે અને તે ગુનેગાર સાબિત થાય તો કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.