વિસનગરની સી.એન કોલેજમાં વિદ્યાર્થીનીની છેડતી - વિસનગર
મહેસાણા: વિસનગરની સી.એન. કોલેજમાં વિદ્યાર્થીનીની છેડતીની ઘટના બની હતી. ટ્રસ્ટીના પુત્રે એક વિદ્યાર્થીની એકલતાનો લાભ લઈ છેડતી કરી હતી. વહેલી સવારે શિક્ષણ મેળવવા કોલેજ પહોંચેલી એક વિદ્યાર્થીની કોલેજના સંસ્થા મંડળમાં ટ્રસ્ટીના કપાતર પુત્ર મયુર મજમુદાર પટાવાળા તરીકે ફરજ બજાવે છે. મયુરે કોલેજની એક છોકરીની છેડતી કરી હતી. આ ઘટના બાદ કોલેજના વિદ્યાર્થીઓએ ભેગા મળી બહાર લાવ્યા છતાં, કોલેજ દ્વારા પોતાના લંપટ પટાવાળાને છાવરવામાં આવતો હતો. જો કે, ભોગ બનનારના સમર્થનમાં વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર કરી પોલીસ ફરિયાદ કરાવી હતી. જે બાદ તપાસનો રેલો કોલેજ સુધી પહોંચતા કોલેજ ક્લાસ રૂમના CCTV ફૂટેજ બહાર આવ્યા હતા. જેમાં સ્પષ્ટપણે વિદ્યાર્થીની ક્લાસ રૂમમાં એકલી હોવાથી તેની એકલતાનો લાભ લેતા લંપટ પટાવાળો તેને અભદ્ર શબ્દો પ્રયોગ કરી પોતાના બદઈરાદા સાથે વિદ્યાર્થીનીના શારીરિક અડપલાં કરતો નજરે પડી રહ્યો છે. પોલીસે CCTV ફૂટેજ અને વિદ્યાર્થીનીની ફરિયાદ આધારે જુદા જુદા સાક્ષીઓના નિવેદન લઈ આરોપી લંપટ પટાવાળા મયુરને પકડવા તજવીજ હાથ ધરી છે.