ગુજરાત

gujarat

ETV Bharat / videos

દાહોદમાં જલારામ બાપા મંદિરના કરો દર્શન... જુઓ વીડિયો... - દાહોદમાં જલારામ બાપા મંદિરના કરો દર્શન

By

Published : Nov 5, 2019, 12:36 PM IST

દાહોદઃ શહેરના મંડાવાવ વિસ્તારમાં 32 વર્ષ પહેલા નાનકડા ઝૂપડામાં જલારામ બાપા બિરાજમાન હતા. આ મંદિરમાં જલારામ બાપાના ચમત્કારિક પરચાઓના લીધે ભાવિક ભકતોમાં અનેરુ મહત્વ વધવા પામ્યું હતું. ભાવિક ભક્તોના સમુહ દ્વારા જલારામ સેવા ટ્રસ્ટની સ્થાપના કરી વિશાળ મંદિર બનાવવામાં આવેલું છે. આ મંદિરમાં રોજ મોટી સંખ્યામાં દાહોદ શહેર તેમજ વિવિધ વિસ્તારોમાંથી લોકો પૂજા અર્ચના અને સેવા ભાવના સાથે આવીને મંદિરમાં જલારામ બાપાના દર્શન કરતા હોય છે. આ મંદિરમાં નિત્ય આરતી, ગુરુવારે ભોજન પ્રસાદી સહિત વિવિધ તહેવારો નિમિતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરે ધાર્મિક તેમજ સેવાવૃત્તિના કાર્યો કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details