જલારામ જયંતિ: વીરપુર જલારામ મંદિરે માનવ મહેરામણ ઉમટયું - Veerpur news
વીરપુરઃ સંત શિરોમણી જલારામ બાપાની 220મી જન્મજયંતી ઉજવાઈ રહી છે, ત્યારે બાપાના દર્શન કરવા અને બાપાના આશીર્વાદ લેવા માટે વહેલી સવારથી જ ભક્તો લાઈનમાં ઉભા છે. વીરપુરમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. બાપાના સમાધી સ્થળે બાપાના પરિવાર દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. વીરપુરમાં ઠેક ઠેકાણે જલારામબાપાના જીવન ચરિત્રના ફ્લોટ ઉભા કરવામાં આવ્યા છે અને બાપાના જીવન ચરિત્રને દર્શાવામાં આવી રહ્યું છે, જેમાં ભક્તો માટે નાસ્તાથી લઇને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાપાના ભક્તોને કોઈપણ જાતની મુશ્કેલી ના પડે તે માટેની તમામ તકેદારી રાખવા આવી હતી.