સુરત મનપાના 2 અધિકારીઓનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાઇરલ, કમિશનરે સસ્પેન્ડ કર્યા - દારૂ પાર્ટીનો વાઇરલ વીડિયો
સુરતઃ મહાનગરપાલિકાના ઉધના ઝોનના બે અધિકારીઓનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાઇરલ થયો છે. ઉધના ઝોનના સર્વેયર તરીકે ફરજ બજાવતા બન્ને અધિકારીઓનો દારૂની પાર્ટીનો વીડિયો વાઈરલ થતા સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ બન્ને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. વાઇરલ વીડિયોમાં સાફ રીતે જોવા મળે છે કે, બન્નેના હાથમાં દારૂની બોટલ છે અને તેઓ દારૂની મહેફિલ યોજી કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. બન્ને અધિકારીઓએ મનપાનો યુનિફોર્મ પણ પહેર્યો છે અને ઓન ડ્યૂટી હોય તેવું જોવા મળી રહ્યું છે. પાલિકાના આ બન્ને અધિકારીઓએ દારૂ ક્યાંથી લાવ્યો અને મહેફિલ ક્યાં યોજી તે તપાસનો વિષય છે.