કાળઝાળ ગરમીના કારણે પાણીની શોધમાં સાવજો, જુઓ Video - Loins
જૂનાગઢ : પાણીની શોધમાં ભટકી રહેલા ગીરના સિંહનો વાયરલ વીડિયો સામે આવ્યો છે. અસ્હય ગરમીને કારણે સિંહો પીવાના પાણીની શોધમાં બહાર નિકળ્યા હતા. એક તરફ ગીરના સિંહોને લઈને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તેવી વાતો તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે, તો બીજી બાજુ ગીરના સિંહો જંગલ વિસ્તાર છોડીને રહેણાક વિસ્તારો અને ખેતરોમાં પાણીની શોધમાં ભટકી રહ્યા છે. વાયરલ વીડિયો ગીર ગઢડા નજીકનો હોવાનું જાણવા મળ્યું હતું. આ વીડિયોમાં સિંહ જંગલ વિસ્તારની બહાર નિકળીને ખેતરમાં પાણીની શોધ માટે જતા હોય તેમ જોવા મળી રહ્યું છે.