પોરબંદરના સાંસદના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા - Porbandar corona
રાજકોટઃ જિલ્લાના ઉપલેટાનાં વરજાંગ જાળીયા ગામે નવા ગ્રામ પંચાયત ભવનના વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનાં કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ રમેશ ધડુક પણ હાજર હતા. કાર્યક્રમમાં અનેક લોકો માસ્ક કાઢીને ફોટાઓ ક્લિક કરતા હતા. પોરબંદરમાં અનેક કાર્યક્રમોમાં સાંસદ સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ભંગ કરતા જોવા મળ્યા છે. આમ જનતાને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનુ ઉલ્લંઘન કરે તો દંડ ફટકારવામા આવે છે, ત્યારે નેતાઓને નિયમો કેમ નથી લાગુ પડતા? એ પણ એક મોટો પ્રશ્ન છે.