ગુજરાત

gujarat

ETV Bharat / videos

મહેસાણાના બજારમાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન જોવા મળ્યું - મહેસાણા

By

Published : Nov 12, 2020, 6:48 AM IST

મહેસાણા: શહેરમાં દિવાળી ટાણે વેપારીઓ સારા વેપારની આશાએ વેપાર કરવામાં મગ્ન બન્યા છે, તો તહેવારને પગલે ગૃહિણીઓ સહિતના લોકો ખરીદી કરવામાં મસ્ત છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે બસ ભુલાયું છે તો તે છે કોરોના મહામારીનો કપરો કાળ. જેમાં વેપારીઓ અને ગ્રાહકોમાં કેટલાક લોકો માસ્ક માત્ર દેખાવ માટે પહેરે છે તો કેટલાક તો પહેરતા જ નથી. બીજી તરફ દુકાનોમાં ભારે ભીડભાળ જોતા કોરોના ગાઈડલાઈનનું જાહેરમાં ઉલ્લંઘન થતું હોવાનું નજરે પડી રહ્યું છે. બુધવારે મહેસાણામાં ટ્રાફિક સમસ્યા અને બજારમાં ચોરી કે અસામાજિક ઘટના ન બને માટે પોલીસ સ્ટોલ ઉભો કરી કામ કરી રહી છે, તો બીજી તરફ લોકો કોરોના સામે જાતે જ બેદરકાર જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details