'વાણી અને પાણી' સાચવીને વાપરવાની કહેવત સાર્થક કરતા ગ્રામજનો - Amreli
અમરેલી: "વાણી અને પાણી" સાચવીને વાપરવા જોઈએની કહેવત સાર્થક કરતા અમરેલી જિલ્લાના ઇશ્વરીયા ગામના ગ્રામજનોએ ચોમાસાના વરસાદના પાણીનો સંગ્રહ કરી લોકો પાણીનો સદઉપયોગ કરી આમ પાણીની સંગ્રહ કરી ઉલ્લેખનીય કામ કર્યુ છે. ઇશ્વરીયા ગામના નાગરિકોએ પાણીનો સંગ્રહ કરવા માટે પોતાના ઘર આંગણે જમીનની અંદર પાણી માટેના ટાંકો બનાવી ચોમાસામાં જે વરસાદના પાણીનો વેડફાટ થતો તેને અટકાવીને ગામના લોકો જ્યારે પાણીની અછત જણાય, ત્યારે પાણી ઉપયોગી નીવડે છે. આ સાથે પાણીનો સંગ્રહ લાંબો સમય સુધી પીવાલાયક રહે છે. જેને રસોઇ માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે.