ગુજરાત ભાજપનું ગઢ છેઃ CM રૂપાણી - સી.આર.પાટીલની પત્રકાર પરિષદ
ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મોટા ભાગની બેઠકમાં જીત મેળવી છે, ત્યારે ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી,.આર.પાટીલ અને મુખ્યપ્રધાન રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મુખ્યપ્રધાને જણાવ્યું કે, ગુજરાતની જનતાએ જે પ્રકારે વોટ આપ્યા છે, તેને જોઈને તમામ લોકોને ખ્યાલ આવે છે કે ગુજરાત ભાજપનો ગઢ છે. આ સાથે જ મુખ્યપ્રધાને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને જીત બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, જ્યમાં 542 સ્થળોએ 845 હોલમાં મતગતણરી હાથ ધરવામાં આવી છે. જેમાં રાજ્યના કુલ 22,174 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે. રવિવારના રોજ યોજાયેલી 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ અંદાજે 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં 31 જિલ્લા પંચાયતમાં 62.55 ટકા, તાલુકા પંચાયતમાં 63.52 ટકા અને નગરપાલિકામાં 55.10 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
Last Updated : Mar 2, 2021, 3:49 PM IST