સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટપકતા 'બુંદ' પર મુખ્યપ્રધાને કર્યો બચાવ
ગાંધીનગર: જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં ખાસ કરીને નર્મદના નાંદોદ અને કેવડિયા પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ વરસાદની સીધી અસર 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પર થઈ રહી છે. જેમાં હકીકત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે 182 મીટર ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમામાં L & T કંપનીની એક ભૂલને કારણે અંદરના ભાગે પાણી પડે છે. જેને લઇને પ્રાવાસીઓ ખુબ જ અકળાયા હતા અને આ સમગ્ર બાબતને લઇને સોશિયલ મીડિયા પર સરદાર પટેલની પ્રતિમાને રેનકોટ પહેરાવ્યો હોય તેવા ફોટાઓ સાથે કટાક્ષ જોવો મળ્યો હતો. જે બાબતને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રીયા આપી હતી.
Last Updated : Jun 30, 2019, 1:55 PM IST