રામ મંદિર બનાવવાનું સપનું સાકાર થશે: વિજય રૂપાણી
બાયડ: ગુજરાત વિધાનસભાની ખાલી પડેલ 6 બેઠકોની ચૂંટણી માટે પ્રચાર પડઘમ જોરશોરથી ચાલી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. બાયટ પેટા ચૂંટણી માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સભા સંબોધી હતી. જેમાં મુખ્યપ્રધાન રૂપાણીએ રામ મંદિર મુદ્દે મોટું નિવેદન આપતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સમાપ્ત થઈ ગઈ છે. હવે રામ મંદિર બનીને જ રહેશે. આ ઉપરાંત તેમણે તમામ 6 પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લખનીય છે કે, ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠક પર 21 ઓક્ટોબરે મતદાન યોજાશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. આ બેઠકો થરાદ, બાયડ, રાધનપુર, અમરાઇવાડી, લુણાવાડ, ખેરાલુનો સમાવેશ થાય છે.