ભરૂચ નજીક હાઈવે પર ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો, જુઓ વાહનોની લાંબી કતાર - ભરૂચ ન્યૂઝ
ભરૂચ: શહેર નજીક હાઈવે પર સર્જાતા ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો બહાર આવ્યા છે. ડ્રોન કેમેરાની મદદથી લેવાયેલા દ્રશ્યોમાં વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ભરૂચ નજીક હાઈવે પર આવેલો જુનો સરદાર બ્રિજ જર્જરિત બનતા તેને એક અઠવાડિયા કરતા વધુ સમયથી વાહન વ્યવહાર અર્થે બંધ રાખવામાં આવ્યો છે, ત્યારે સરદાર બ્રિજની બંને તરફ ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો બહાર આવ્યા છે. ૫ કિ.મી.સુધી વાહનોની લાઈન લગતા વાહન ચાલકો અટવાયા હતા. ભરૂચ નજીક રોજીંદી સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિને અંકુશમાં લેવા બંધ કરાયેલા જૂના સરદાર બ્રિજનું ત્વરિત સમારકામ કરી તેને વાહનો માટે ખુલ્લો મુકવામાં આવે એ જરૂરી છે.