લલિત વસોયાનું ગાડું ખરા ટાણે જ ન દોડ્યું ! - ગુજરાતી વીડિયો
પોરબંદરઃ લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગત રોજ ભાજપના ઉમેદવાર રમેશ ધડુકે 600 જેટલી કાર અને ટ્રાવેલ્સ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા સભા સ્થળ સુદામા ચોક પર પધાર્યા હતા. જયારે તેની સામે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ કોઈ ખર્ચ વગર સાદાઈથી સભાસ્થળે જવાનું વિચાર્યું હતું. જેના માટે એક બળદ ગાડું તૈયાર કરવામાં આવ્યું હતું. અને લલિત વસોયા તેમાં બેઠા અને તેની સાથે જામનગરના વિક્રમ માડમ અર્જુન મોઢવાડીયા સહિત અનેક એક પછી એક લોકો તેમાં ચડવા જતા ઓવર લોડની સ્થિતિ સર્જાતા બળદ બેસી ગયા હતાં અને બળદની દયનીય સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાથી લલિત વસોયા સહિતના લોકો ગાડામાંથી ઉતરી ગયા હતા. છેવટે પગપાળા ચાલી લલિત વસોયા સભા સ્થળે પહોંચ્યા હતાં. લલિત વસોયાનુ ગાડું ટાણે જ ન દોડ્યું તેવી લોકોમાં ચર્ચા ઉઠી હતી.