કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો ફાયરિંગનો વીડીયો વાયરલ - Video of Congress firing MLAs
રાજકોટઃ અબડાસાના કોંગ્રેસના ધારાસભ્યના પુત્રનો ફાયરિંગ કરતો વીડિયોની શાહી સૂકાઈ નથી, ત્યાં જ વધુ એક કોંગ્રેસના ધારાસભ્યનો ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા રિવોલ્વરથી નિશાન તાકતા હોય અને રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતાં નજરે પડે છે. ફેસબુકમાં ટેકેદારે પોસ્ટ કરેલા આ વીડિયોમાં હમેશા ધાર્યુ નિશાન પાર પડતાં ધરાસભ્ય લલિત વસોયા, એવું લખાણ પણ લખવામાં આવ્યું છે.