અમરેલી પોલીસકર્મીનો રોકડ રકમ લેતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ - પોલીસ કર્મી
અમરેલી: શહેરના એક સ્પામાં પોલીસ કર્મી રોકડ રકમ લેતો હોય તેવો CCTVનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં રમેશ દાફડા નામનો પોલીસ કર્મી શહેરના સ્પામાં પહોંચી અન્ય શખ્સ પાસેથી રૂપિયા લઈ રહ્યો છે. પોલીસ કર્મીને અન્ય કેસમાં અગાઉ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. CCTV વાઇરલ થતા જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.