તૌકતેની તાકાત દેખાડતો વીડિયોઃ ઉનામાં 133 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાયો પવન
તૌકતે વાવાઝોડું દીવમાં ટકરાયું હતું. આ દરમિયાન વાવાઝોડાની સાથે ગુજરાતના સોમનાથ , વેરાવળ , ઉના અને કોડીનાર સહીતના દરિયાઈ વિસ્તારોમાં 133 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જીવતો માણસ પણ ફેંકાય જાય એ ઝડપથી પવન ફૂંકાયો હતો. આ વાવાઝોડું ઉના અને દેલવાડાની વચ્ચે વાવાઝોડું ગીરમાંથી પણ પસાર થયું હતું. સોમનાથથી પસાર થઈને રાજુલા , જાફરાબાદ સહીતના વિસ્તારોમાં આગળ જવાની શક્યતાઓ સેવાય રહી હતી પરંતુ , હાલ આ વાવાઝોડું અમદાવાદ તરફ ફંટાયુ છે અને હાલ અમદાવાદમાં પણ અસર દેખાવાનું શરૂ થઈ ગયું છે.