રોપેક્ષ ફેરીમાં આવેલા ટેન્કરનો વીડિયો વાઇરલ - ઘોઘા ટર્મિનલ
ભાવનગરઃ સૌરાષ્ટ્રના વિકાસના દ્વાર ખોલતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરતી ઘોઘા-હજીરા રો-રોપેક્ષ ફેરી સર્વિસ આશીર્વાદરૂપ બની રહી છે, ત્યારે વર્તમાન સમયમાં આ ફેરી સર્વિસ હાલ ફૂલ જઈ રહી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં ગેસનું ટેન્કર છે કે પછી કેમિકલનું તે જાણવા મળ્યું નથી. આ ટેન્કર હજીરા થી ઘોઘા ફેરીમાં આવ્યું છે, તે વીડિયોમાં જણાઈ રહ્યું છે અને આ વીડિયો હાલ સામે આવ્યો છે. આ ટેન્કર કેમિકલનું છે કે પછી ગેસનું ટેન્કર છે તે પુષ્ટિ થઇ નથી અને અમે પણ પુષ્ટિ કરતા નથી. કારણ કે, ફેરીમાં જ્વલનશીલ પદાર્થ જોખમી બની શકે છે, ત્યારે આ વીડિયોને લઈ ઇટીવી ભારત દ્વારા ઇન્ડગો કંપનીના સીઈઓ મનરાલ સાથે ટેલિફોનિક વાતમાં જાણવા મળ્યું કે, જે ટેન્કરો આવે છે તે ટેન્કરો ખાલી હોય છે અને ભરેલા ટેન્કરોને રોપેક્ષ ફેરી સર્વિસ મંજૂરી આપવામાં આવતી નથી. આ વીડિયોમાં આવેલા ટેન્કર ખાલી હોવાથી કોઇ જોખમ રહેતું નથી પણ ટેન્કરના વીડિયોને લઈને રો રો ફેરી પર અસર જરૂર થઈ શકે છે માટે આવો વીડિયો કોઈ પાસે હોય તો સમજવું કે તે ખાલી છે.
Last Updated : Dec 7, 2020, 1:07 PM IST